શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ મહાકુંભનો શુભારંભ, પ્રથમ દિવસે 1.5 કરોડનું શાહી સ્નાન

શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ મહાકુંભનો શુભારંભ, પ્રથમ દિવસે 1.5 કરોડનું શાહી સ્નાન

શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ મહાકુંભનો શુભારંભ, પ્રથમ દિવસે 1.5 કરોડનું શાહી સ્નાન

Blog Article

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સોમવાર, 13 ફેબ્રુઆરીથી ભવ્ય અને દિવ્ય મહાકુંભનો શુભારંભ થયો હતો. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં આશરે 45 કરોડ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવે તેવો અંદાજ છે. એક જ જગ્યાએ માનવોનો સૌથી મોટો મેળાવડો માનવામાં આવતા કુંભમેળામાં  ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ખાતે સોમવારે ‘પોષ પૂર્ણિમા’ના શુભ અવસર પર પ્રથમ ‘શાહી સ્નાન’નો પ્રારંભ થયો હતો. ‘પોષ પૂર્ણિમા’ નિમિત્તે 1.6  કરોડ શ્રદ્ધાળુઓએ સુધીમાં પવિત્ર સ્નાન કર્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ ખૂબ જ ખાસ દિવસ! મહા કુંભ 2025નો પ્રયાગરાજ શુભારંભ થયો છે, જે અસંખ્ય લોકોને શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં એક સાથે લાવે છે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્ત બનાવે છે તથા વિશ્વાસ અને સંવાદિતાની ઉજવણી કરે છે.

મહાકુંભનું 26 ફેબ્રુઆરીએ સમાપન થશે. આ ભવ્ય પ્રસંગે પ્રયાગરાજ વિશ્વભરના સંતો, મહાત્માઓ, સાધુઓ, યાત્રાળુઓ અને જનતાને આવકારવા માટે સંપૂર્ણ સજ્જ બન્યું હતું.


ભક્તોની મદદ માટે ફ્લોટિંગ પોલીસ ચોકી (પોસ્ટ), 1.5 લાખ ટેન્ટ, ડ્રોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષમતાવાળા 2,700 કેમેરા સહિતની વિશેષ વ્યવસ્થાઓ તૈનાત કરવામાં આવી છે. 56 સાયબર વોરિયર્સની ટીમ ઓનલાઈન ધમકીઓ પર નજર રાખશે અને શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.


પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારો મહાકુંભ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે.મહાકુંભ વિશ્વભરના લોકોને તેમની પ્રાચીન પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂળ સાથે ફરીથી જોડાવાની તક આપે છે. 10,000 એકર જમીનમાં યોજાનારો મહાકુંભ સ્વચ્છતા, સુરક્ષા અને આધુનિકતા માટે ઉદાહરણીય ધોરણ સ્થાપિત કરશે. ભક્તોની સુવિધા વધારવા માટે ડિજિટલ ટુરિસ્ટ મેપ શૌચાલયોની સ્વચ્છતા પર દેખરેખ રાખશે, જ્યારે સ્માર્ટફોન સાથે સંકલિત AI-સંચાલિત સુરક્ષા સિસ્ટમ સલામતીની ખાતરી કરશે.


આ મહાકુંભમાં વિવિધ સંપ્રદાયોના 13 અખાડાઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ કાલાતીત ભારતીય આધ્યાત્મિક માન્યતાઓ વિશે જાણવા માગતા તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.


પ્રયાગરાજમાં વિવિધ ઓફિસોની દિવાલોને શણગારવામાં આવી છે. દિવાલો પર હિંદુ ધર્મના વિવિધ પાસાઓ, દેવી-દેવતાઓ અને ધાર્મિક ગ્રંથોની કથાઓનું વર્ણન કરાયું છે. શહેરના દરેક ચારરસ્તાઓને નવા રૂપરંગ આપવામાં આવ્યા છે. અહીં ‘કળશ’, શંખ અને સૂર્ય નમસ્કાર વિવિધ મુદ્રા સહિતના ધાર્મિક પ્રતિકો મૂકવામાં આવ્યા છે.


સંગમના એક છેડાથી બીજા છેડા સુધી લોકોની અવરજવરને સરળ બનાવવા માટે સંગમ વિસ્તાર અને ફાફામઉ વચ્ચે 30 ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવ્યા છે. પવિત્ર શહેરમાં ભક્તોને આવકારવા માટે કેટલાક પ્રવેશ સ્થળો પર વિશાળ ગેટ ઊભા કરાયા છે.  એન્ટ્રી ગેટ તેમની અનોખી અને થીમેટિક ડિઝાઈનને કારણે સૌનું ધ્યાન ખેંચે છે.


ડિજિટલ યુગમાં મહાકુંભ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ભક્તો વીડિયો અને ફોટા પોસ્ટ કરીને તેમના અનુભવોનું સોશિયલ મીડિયામાં વર્ણન કરી રહ્યાં છે. ઘણા યુઝર્સ તેમના પરિવારોને વીડિયો કૉલ દ્વારા ગંગાના વર્ચ્યુઅલ ‘દર્શન’ કરાવી રહ્યાં છે.

Report this page